બાળકોના યૌનશોષણમાં સેલેબ્રિટીઝની સંડોવણી

Monday 25th May 2015 11:21 EDT
 

લંડનઃ બાળકોની જાતીય સતામણીના કુલ ૨૬૧ કેસમાં સમાજના પ્રતિષ્ઠિત લોકોની સંડોવણી બહાર આવી છે. જાતીય સતામણીની ફરિયાદોને પગલે પ્રાદેશિક પોલીસ દળોએ ૧૪૩૩ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ લોકોમાં ફિલ્મ, ટીવી કે રેડિયો સાથે સંકળાયેલા ૧૩૫ લોકો, ૭૬ સ્થાનિક કે રાષ્ટ્રીય રાજકારણીઓ, મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ૪૩ લોકો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા સાત લોકોનો સમાવેશ થાય છે.

હોમ સેક્રેટરીએ આ બાબતને પાશેરામાં પહેલી પૂણી ગણાવી છે. નેશનલ પોલીસ ચીફ કાઉન્સેલે જણાવ્યા અનુસાર ૧૫૪ સ્કૂલ્સ, ૭૫ ચિલ્ડ્રન હોમ્સ, ૪૦ ધાર્મિક સંસ્થા અને ૧૪ હોસ્પિટલ્સ સહિત કુલ ૩૫૭ સંસ્થા સંબંધિત તપાસમાં આ લોકોની સંડોવણી બહાર આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter