લંડનઃ એક ખાનગી ઉચ્ચ શાળા વેલિંગ્ટન કોલેજે બાળકો માટે છ કલાકની ઈન્ટર્વ્યૂ પ્રક્રિયા દાખલ કરી છે, જેનાથી ભારેખમ અભ્યાસ કરાવાયેલા અરજદાર બાળકોની વ્યક્તિગત વિશેષતાઓ બહાર લાવવામાં શિક્ષકોને મદદ મળે.
વેલિંગ્ટન કોલેજે જણાવ્યા અનુસાર આ ઈન્ટર્વ્યૂથી બાળકને હળવા થવાનો અને તેમના ‘પઢેલા પોપટ’ના કોચલામાંથી બહાર આવી તેમના વ્યક્તિત્વના શક્ય હોય તે પ્રમાણમાં નવા પાસા દર્શાવવાનો સમય મળે છે. આના પરિણામે શિક્ષકો વિદ્વતાની ગર્ભિત ક્ષમતા સાથે બૌદ્ધિક રીતે જિજ્ઞાસા ધરાવતા બાળકોને ઓળખી કાઢવામાં મદદ મળે છે.