લંડનઃ ઓસામા બિન લાદેનને મળ્યો હોવાની ખોટી વાત કરનાર માન્ચેસ્ટરના ૩૮ વર્ષીય હસન બટ્ટને ૧.૧ મિલિયન પાઉન્ડના ‘ઈ બે’ કોભાંડ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ એન્થની ક્રોસ QCએ ૧૩ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
બટ્ટે ૨૦૧૪માં ક્રિસમસ પહેલા લગભગ ૩ હજાર ગ્રાહકોને ઓનલાઈન માર્કેટ પ્લેસ દ્વારા ઈલેક્ટ્કિલ માલસામાન વેચ્યો હતો જે હયાત જ ન હતો. ગ્રાહકોને સામાન ન મળતાં લોકોની સંખ્યાબંધ ફરિયાદો આવતા ‘ઈ બે’ એ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
વેબસાઈટ ચેક કરાતા ઈસ્લામિક આતંકવાદ સાથે બટ્ટ સંકળાયેલો હોવાનું જણાયું હતું. આ નાણાંનો તેના માટે ઉપયોગ કરાયો હશે તેવી દહેશત ઉભી થઈ હતી.
જોકે, ૨૦૦૮માં ટ્રાયલમાં એક સાક્ષીને બોલાવવામાં આવતા બટ્ટે પોતે જૂઠ્ઠો હોવાનું કબૂલ્યું હતું અને પૈસાને ખાતર તે ગમે તે બોલતો હતો.