ઘણી વખત અોફિસોમાંથી નાની અને નજીવી કહી શકાય તેવી ચીજ વસ્તુઅોની ચોરી થતી હોય છે. પરંતુ આશ્ચર્યજનક બનાવમાં બીબીસીના વડામથકમાંથી લોકોને નાની ચીજવસ્તુઅોની ચોરી કરવી નહિં તેવી સુચના આપતા બોર્ડની જ કોઇકે ચોરી કરી હતી.
સેન્ટ્રલ લંડનના બીબીસીના ન્યુ બ્રોડકાસ્ટીંગ હાઉસ નામના વડામથક ખાતે મહિલાઅોના ટોયલેટમાંથી ઘણી વખતે ટોયલેટ રોલ અને અન્ય વસ્તુઅોની ચોરી કરવામાં આવતી હતી. જેને રોકવા માટે બોર્ડ મૂકવામાં આવ્યું હતું કે 'મહેરબાની કરીને ટોયલેટ પેપરની ચોરી કરવી નહિં'.
આ બધું તો ઠીક પણ બીબીસીના ઇકોનોમિક્સ એડિટર રોબર્ટ પેસ્ટને જણાવ્યું હતું કે તેમના ટેબલ પરથી તો ત્રણ પત્રો પણ ચોરાયા હતા. સ્ટાફના અન્ય સદસ્યએ તો જણાવ્યું હતું કે 'જો તમે ખીલો ઠોકી ન રાખો તો કોઇ પણ વસ્તુ ચોરાઇ શકે છે. બોલો હવે આને શું કહેવું. મહેરબાની કરીને તમારા સગાસંબંધી કે મિત્ર જો બીબીસીમાં કામ કરતા હોય તો તેમને મહેંણું મારવું નહિં.