લંડનઃ 25 વર્ષથી વધુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો અનુભવ ધરાવતા લોર્ડ જિતેશ ગઢિયાને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની કોર્ટમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (NED) તરીકે નિયુક્ત કરાયા છે.
આ નિમણૂક સ્વ. ક્વીન એલિઝાબેથ-દ્વિતીય દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આ અઠવાડિયે કિંગ ચાર્લ્સ - તૃતિય દ્વારા તેનો અમલ કરાયો છે. લોર્ડ ગઢિયા આગામી મહિનાઓમાં કોર્ટ ઓફ ડિરેક્ટર્સમાં તેમની નવી ભૂમિકાનો કાર્યભાર સંભાળશે, જે કેન્દ્રીય બેંકની વ્યૂહરચના, બજેટ અને રિસોર્સિંગ અને નિમણૂકો અંગેના
મુખ્ય નિર્ણયો લેનાર સંચાલક મંડળ છે.
તાજેતરમાં જ યુકે ટ્રેઝરી ખાતે ચાર્જ સંભાળનાર ચાન્સેલર જેરેમી હંટે જણાવ્યું હતું કે, ‘લૉર્ડ જીતેશ ગઢિયા, સબીન ચેલમર્સ અને ટોમ શ્રોપશાયરની નિમણૂકથી મને આનંદ થાય છે. આ લોકોના અપાર કૌશલ્ય અને અનુભવનો લાભ બેંકને ચોક્ક્સ મળશે.’