વેમ્બલી સ્ટેડિયમ ખાતે 14 મે શનિવારે FAકપની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા કોણ થયું તેનો સવાલ નથી પરંતુ, શહેરની શેરીઓ ચોક્કસપણે હારી ગઈ હતી. શેરીઓનું સૌંદર્ય લૂંટાઈ ગયું હતું. અમારા વાચકે બેકર સ્ટ્રીટની આંખને કઠે તેવી તસવીર મોકલી આપી છે. સ્પર્ધાની ફાઈનલ પછી બેકર સ્ટ્રીટ અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને મેડમ તુસ્સાદની બહાર શું હાલત હતી તેનું બયાન આ તસવીરો કરે છે. કચરાથી ફાટફાટ થતાં ડસ્ટબિન્સ, જ્યાં લોકોએ ચાલવાનું હોય તેવી પગથીઓ પર બિયર બોટલ્સના ઢગલાં અને ચોતરફ ફેંકાયેલો કચરો દેશના ગૌરવ અને લાયકાત-શ્રેષ્ઠતાનું નકારાત્મક પ્રદર્શન કરવા સાથે ખરડાયેલી છબી દર્શાવે છે. આપણા વાચક બિરાદરે સાચો પ્રશ્ન કર્યો છે કે શું આ જ આ દેશ છે જેણે વિશ્વને સંસ્કૃતિના પાઠ ભણાવ્યા હતા?