લંડનઃ પાઉન્ડની સામે યુરો ચલણ નબળું પડવાથી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જાન્યુઆરી ૧, ૨૦૧૬થી બેન્કખાતામાં £૭૫,૦૦૦ સુધીની રોકડ રકમને રક્ષણ આપવાની જાહેરાત કરી છે. બેન્કખાતામાં ગેરન્ટી ધરાવતી રોકડ ડિપોઝીટ્સની વર્તમાન મર્યાદા £૮૫,૦૦૦ છે. આ લેવલ સમગ્ર યુરોપિયન યુનિયનમાં લાગુ પડશે.
યુરોપિયન યુનિયનમાં ૨૦૧૦ની સમજૂતી અનુસાર કોઈ બેન્ક નાદાર થાય તો ખાતેદારના €૧૦૦,૦૦૦ એટલે કે £૮૫,૦૦૦ સલામત રહેવાની ગેરન્ટી અપાતી હતી. હવે યિરો નબળો પડ્યો હોવાથી માત્ર £૭૫,૦૦૦ સુધીની રોકડ રકમ સલામત ગણાશે. વરિષ્ઠ ટોરી સાંસદ એન્ડ્ર્યુ ટાયરીએ આ નિર્ણયને વાહિયાત ગણાવી ઈયુના નિયમો બદલાવી રક્ષિત રકમ £૮૫,૦૦૦ જ રખાય તેવી ચાન્સેલર ઓસ્બોર્નને અપીલ કરી છે.