ડિસેમ્બર મહિનામાં જોબસીકર્સ એલાવન્સ લેનારાની સંખ્યા ૨૯,૬૦૦ ઘટીને ૮૬૭,૦૦૦ થઈ હતી. સતત ૨૬ મહિનાથી આ સંખ્યા ઘટી રહી છે. રોજગારીમાં વધારો થવાં છતાં ખાલી નોકરીઓ ૧૯,૦૦૦ના વધારા સાથે ૭૦૦,૦૦૦ના વિક્રમી આંકડે પહોંચી છે. બીજી તરફ, સરેરાશ કમાણીમાં પણ નવેમ્બર સુધીના એક વર્ષમાં ૧.૭ ટકાનો વધારો નોંધાયો હતો.
ગયા વર્ષમાં બેરોજગારીમાં ૪૧૮,૦૦૦નો ઘટાડો થયો હતો, જ્યારે ગયા વર્ષના ૭.૧ ટકા જોબલેસ દરની સામે વર્તમાન દર ૫.૮ ટકા છે. બેરોજગારી ઘટવાના સારા સમાચાર સાથે આર્થિક રીતે નિષ્ક્રિય લોકોની સંખ્યા પણ ૬૬,૦૦૦ વધીને ૯૦ લાખથી ઉપર પહોંચી ગઈ છે. આ લોકોમાં લાંબા સમયથી બીમારીની રજા ભોગવતા, સગાંની દેખભાળ કરતા અથવા કામની શોધ છોડી દેનારાનો સમાવેશ થાય છે.