લંડનઃ દુનિયાની બે સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ વચ્ચે અભ્યાસની સાથે જ રમતના ક્ષેત્રે પણ કટ્ટર હરીફાઇ છે. ઓક્સફર્ડ ૯૨૫ વર્ષ તો કેમ્બ્રિજ ૮૧૨ વર્ષ જૂની યુનિવર્સિટી છે. બંને વચ્ચે વર્ષે રોઇંગ બોટની રેસ યોજાય છે, અને વિદ્યાર્થીઓ પૂરા જોશ-તાકાત સાથે તેમાં ભાગ લે છે. આ વખતે રેસની ૧૬૬મી સિઝન કેમ્બ્રિજ યુનિવર્સિટીએ જીતી છે. કેમ્બ્રિજ આ ૮૫ વખત ચેમ્પિયન બની છે. મહિલા કેટેગરીમાં પણ કેમ્બ્રિજે યુનિવર્સિટીએ બાજી મારી હતી. બંને વચ્ચે પ્રથમ રેસ ૧૮૨૯માં યોજાઇ હતી. ૧૮૫૬ પછી દર વર્ષે યોજાવા લાગી, જે સિલસિલો આજે પણ ચાલુ છે.
આ વખતે લંડનની થેમ્સ નદી પર કેમ્બ્રિજશાયરમાં રેસ યોજાઇ હતી. ૫ કિમી લાંબી રેસ કેમ્બ્રિજે ૧૪.૧૫ મિનિટે પૂરી કરી હતી. બંને ટીમમાં ૮-૮ રોઅર અને એક કોક્સ હોય છે. કોક્સ સ્ટીયરિંગ દ્વારા બોટનું સંતુલન જાળવે છે. સ્પર્ધકો માટે એવો નિયમ છે કે જેમણે યુનિવર્સિટીમાં ઓછામાં ઓછાં બે વર્ષ અભ્યાસ કર્યો હોય તેઓ જ રેસમાં ભાગ લઇ શકે છે.