લંડનઃ બ્રિટિશ કોસ્મોલોજીસ્ટ સ્ટીફન હોકિંગ બ્રહ્માંડના તમામ આકાશને ફેંદી વળવા દસ વર્ષની એક યોજન બનાવીને એલિયન્સને શોધવાનું અભિયાન શરૂ કર્યું હતું. બ્રહ્માંડમાં બુદ્ધીજીવી જીવનની શોધ માટે દસ વર્ષમાં દસ કરોડ ડોલરનો ખર્ચ કરાશે. રશિયન સિલીકોન સાહસિક યુરી મિલ્નેર દ્વારા નાણાકીય પીઠબળ મેળવનાર ‘બ્રેક થ્રુ લિસન’ પ્રોજેક્ટ આપણી પૃથ્વી સિવાયની દુનિયામાં બુદ્ધિશાળી જીવનના સંકેતો અને વૈજ્ઞાનિક સંશોધન માટે એક સર્વગ્રાહી અને સૌથી શક્તિશાળી પ્રોજેક્ટ છે.
‘અચોક્કસ બ્રહ્માંડમાં અન્ય અન્ય કોઈ સ્થળે કોઈક પ્રકારનો જીવ હોવો જ જોઇએ. બ્રહ્માંડમાં કદાચ બુદ્ધિશાળી જીવન શક્ય હશે જે આપણને જોતું હશ’ એમ લંડનમાં રોયલ સાયન્સ એકેડમી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં હોકિંગે કહ્યું હતું. ‘કોઇ પણ રીતે આ કોઇ મોટો સવાલ નથી. એ સવાલનો જવાબ શોધવાનો સમય આવી ગયો છે. આપણી પૃથ્વી સિવાય પણ ક્યાં જીવ છે તે શોધ કરવી જ રહી.
આ પ્રોજેકટમાં પૃથ્વીના સૌથી શક્તિશાળી ટેલીસ્કોપનો ઉપયોગ કરાશે. લેસર સિગ્નલ્સ અને રેડીયો સ્પેકટ્રમ મારફત બ્રહ્માંડમાં છેક ઊંડે સુધી શોધ કરાશે’ એમ તેમણે કહ્યુ હતું. બ્રિટિશ કોસ્મોલોજીસ્ટના આ સાહસમાં રશિયન ટેકનોલોજી બિલિયોનર મિલ્નેરનું નાણાકીય પીઠબળ મળવાનું છે. ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં સફળ રોકાણો ઉપરાંત ઘરઆંગણે ફ્લિપકાર્ટ અને ઓલામાં ભારે રોકાણો પછી ૫૩ વર્ષીય મિલ્નેર હવે નવી જ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. ૧૦૦ મિલિયન ડોલરના મહત્ત્વાકાંક્ષી સાયન્સ પ્રોજેક્ટમાં આપણી પૃથ્વીની બહારના જીવન વિશે સંશોધન કરાશે.