લંડનઃ બિઝનેસ ઓર્ગેનિઝેશન CBIની આગાહી અનુસાર આગામી બે વર્ષમાં બ્રિટિશ આર્થિક વિકાસ નક્કર, સ્થિર અને ટકાઉ બની રહેશે. મજબુત પાઉન્ડની અસર બ્રિટિશ નિકાસો પર સ્પષ્ટ વર્તાય છે. સત્તાવાર ડેટાની સરખામણીએ કંપનીઓ વધુ આશાવાદી જણાય છે. નીચા ફૂગાવા, ઊંચા ગ્રાહક ખર્ચ અને રોજગાર સર્જન ઝડપી આર્થિક રિકવરીની તરફેણમાં વધુ સહાયક બનશે.
CBI દ્વારા ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર ત્રિમાસિક ડેટાના આધારે આ વર્ષ અને આગામી વર્ષ માટે વિકાસ આગાહીમાં કાપ અવશ્ય મૂકાયો છે, જે અનુક્રમે ૨.૭ ટકાથી ઘટી ૨.૪ ટકા તેમજ ૨.૬ ટકાથી ઘટી ૨.૫ ટકા રહેશે.