બ્રિટિશ દંપતી દુબાઈ પ્રોપર્ટીના વિવાદમાં

Saturday 16th January 2016 06:37 EST
 
 

લંડનઃ બ્રિટિશ દંપતી પ્રકાશ અને રમા સચદેવ દુબાઈમાં ફ્લેટ ખરીદવાના મુદ્દે બ્રોકર અને ડેવલપર વચ્ચેના વિવાદમાં ફસાઈ ગયાં છે. સચદેવ દંપતીએ દુબાઈ મરિના ખાતે એક મિલિયન દિરહામની કિંમતે એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો અને આ માટે તેમણે લંડનનો બિઝનેસ પણ વેચી નાખ્યો હતો.

દુબાઈ કોર્ટ્સ દ્વારા આ એક બેડરુમના એપાર્ટમેન્ટનો કબજો મેળવી લેવાયો હતો. આ જ બિલ્ડિંગમાં અન્ય ૩૫ પ્રોપર્ટી પણ કોર્ટે કબજે લીધી છે. આ ઘટનાથી ૬૦ વર્ષીય પ્રકાશ સચદેવને ભારે આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું હતું કે,‘અમે તો ઓચિંતા જ ઝડપાયાં છીએ. હું લંડનમાં નાનો રીટેઈલ સ્ટોર ચલાવતો હતો, પરંતુ થોડા સમય અગાઉ હાર્ટની તકલીફ થતાં તે વેચી આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. મને તે રોકાણમાંથી સ્થિર આવક મેળવવાની આશા હતી. જોકે, આટલી ખરાબ પરિસ્થિતિ સર્જાશે તેની મને કલ્પના પણ ન હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter