લંડનઃ સરકાર હેલ્થ ટુરિઝમને નિયંત્રિત કરવા માગે છે ત્યારે બ્રિટિશરો પાસે તેઓ દેશના રહેવાસી છે અને મફત હેલ્થકેરના હકદાર છે તેવું પુરવાર કરતા સત્તાવાર કાર્ડ દર્શાવવા જણાવાશે.
માઈગ્રન્ટ્સને મફત હેલ્થકેર મેળવતાં અટકાવવા સરકારની નવી યોજના હેઠળ પેશન્ટે તેમના જીપી પાસે રજિસ્ટ્રેશન કરાવતી વખતે તેમની રાષ્ટ્રીયતા પુરવાર કરવી પડશે. દેશમાં ૧૦ વિસ્તારોમાં અમલી થનારી પાઈલોટ યોજના હેઠળ પેશન્ટે સત્તાવાર યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ દર્શાવવાનું રહેશે, જેથી તેઓ યુકેના નિવાસી છે કે યુરોપીય યુનિયનના અન્ય દેશોનાં રહેવાસી છે તે નિશ્ચિત કરી શકાય. માઈગ્રન્ટ્સ પણ મફત હેલ્થકેર મેળવતાં હોવાથી દેશ પર નાણાકીય બોજો વધી રહ્યો છે.