લંડનઃ લોર્ડ ડોલર પોપટે બ્રેક્ઝિટ નિર્ણય અંગે ટીપ્પણી કરતા કહ્યું છે કે,‘ ગત સપ્તાહનું રેફરન્ડમ પરિણામ ભારે નિરાશાજનક રહ્યું છે. અર્થતંત્ર વિશે રીમેઈન કેમ્પેઈનના સંદેશાને મેં સમર્થન આપ્યું હતું અને હવે શું મને ચિંતા છે. જો આપણે અર્થતંત્રને મદદ કરવા આવશ્યક પગલાં નહિ લઈએ તો ઘણા ગંભીર આર્થિક પરિણામોમાંથી બહાર આવવા લાંબો સમય લાગી જશે. આપણે અરાજકતાના સમયમાં પ્રવેશી રહ્યા છીએ અને તેનાથી સિંગલ માર્કેટમાં સ્થાન હોવાથી યુકેમાં ભારે રોકાણ કરનારા ભારત સાથેના વેપારી સંબંધોને ભારે નુકસાન જશે. બીજી વાત ડેવિડ કેમરનના રાજીનામાની છે. તેઓ અદભૂત નેતા અને વડા પ્રધાન અને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના સાચા મિત્ર બની રહ્યા હતા. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સાથે અન્ય કોઈ નેતાએ આવો સંપર્ક કેળવ્યો નથી. તેમના વિના મારો પક્ષ અને દેશ નબળા બનશે તેમ મારું માનવું છે.’