પ્રિય વાચકગણ,
આપણા પૂર્વજો પ્રત્યેનું ઋણ ઉતારવાની પરમ તક આપતી પિતૃ-માતૃ તર્પણવિધિના એક ભાગ તરીકે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા ૨૮ સપ્ટેમ્બરે લંડનના ભારતીય વિદ્યા ભવન ખાતે ભજન તર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પુનિત પ્રસંગે પ્રસિદ્ધ ગાયિકા માયાબહેન દીપક તેમની પ્રાર્થનાઓ અને ભજનોની રસતરબોળ રજૂઆત કરશે. પ્રસિદ્ધ વિદ્વાન અને ભારતીય વિદ્યા ભવન,લંડનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ.એન.નંદકુમાર ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ અને તર્પણના મહત્ત્વ વિશે સમજ આપશે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તમામ લવાજમી ગ્રાહકોને આ પ્રસંગે પધારવા આમંત્રણ છે. કાર્યક્રમમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ મળશે. કાર્યક્રમ નિઃશુલ્ક છે, પરંતુ જગ્યા મર્યાદિત હોવાના કારણે તમારા નામની વેળાસર નોંધણી કરાવી લેવાની વિનંતી છે.
જો આપની ઈચ્છા હોય તો, તમારા પેરન્ટ્સ અને સ્નેહીજનોની A4 સાઈઝની ફ્રેમ કરેલી તસવીરો પણ લાવી શકો છો, જેને અન્ય તસવીરો સાથે મૂકવામાં આવશે. જોકે, આવી ઈચ્છા ધરાવતી વ્યક્તિએ કાર્યક્રમનો આરંભ થવાના એક કલાક અગાઉ તસવીર સાથે સ્થળ પર પહોંચી જવાનું રહેશે.
આ પ્રસંગે શાકાહારી બૂફે ડિનરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
RSVP – [email protected] or Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. આ માટે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધીમાં જાણ કરી દેવાની રહેશે.
સમયઃ સાંજના ૬.૦૦
સ્થળઃ ભારતીય વિદ્યાભવન, 4A કેસલટાઉન રોડ, લંડન W14 9HE