લંડનઃ યુકે ૨૦૧૯ સુધીમાં ભારતને £૨૫૦ મિલિયનની સહાય આપશે. આ વર્ષના અંત સુધીમાં ભારતને દાન આપવાનું બંધ કરવાની બ્રિટને ખાતરી આપવા છતાં આ સહાય અપાશે. ટીકાકારો કહે છે કે ભારતે આટલી જ રકમ માનવીને ચંદ્ર પર મોકલવાના પ્રથમ મિશન માટે ખર્ચી હતી.
ખુદ બ્રિટને તેની આવશ્યક સેવાઓમાં કાપ મૂક્યો છે ત્યારે ભારતના આરોગ્ય અને શિક્ષણના બજેટમાં સબસિડી માટે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે ગૂપચૂપ કામગીરી કરી છે. બ્રિટિશ કરદાતાઓના નાણા ભારતમાં પ્રોજેક્ટ્સને ભંડોળ સહાયમાં આપવાના નિર્ણયના મુદ્દે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાયા છે. તેમણે બે વખત હાઉસ ઓફ કોમન્સમાં બારતને સહાય બંધ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.