લંડનઃ સંખ્યાબંધ એવોર્ડવિજેતા રેસ્ટોરાંના માલિક મોહમ્મદ ખાલીક ઝમાન સામે મગફળીની એલર્જી ધરાવતા ગ્રાહક પોલ વિલ્સનના મોત બદલ બેદરકારીનો ચાર્જ લગાવાયો છે. વિલ્સને ટેકઅવે રેસ્ટોરામાંથી ખરીદેલી કરીમાં મગફળી હોવાનું કહેવાય છે.
ડિસેમ્બરમાં લાગુ કરાયેલાં નવા ઈયુ નિયમ અનુસાર રેસ્ટોરાંએ તેમના ખાદ્યપદાર્થોમાં નટ્સ, દૂધ, સેલરિ, ગ્લુટેન અને સોયા સહિતના એલર્જી કરતાં પદાર્થો હોય તેની જાહેરાત કરવી ફરજિયાત છે. ઝમાન નોર્થ યોર્કશાયર અને યોર્કમાં ૨૫થી વધુ વર્ષોથી અનેક રેસ્ટોરાં ચલાવે છે. તેમની જયપુર સ્પાઈસ ચેઈનને ૨૦૧૨ અને ૨૦૧૩માં બાંગલાદેશી કેટરિંગ એસોસિયેશન એવોર્ડ્સમાં બેસ્ટ ઈન યોર્કશાયર એવોર્ડ હાંસલ થયેલા છે. તેમની સામે ન્યાયના માર્ગમાં અવરોધ તેમ જ ઈમિગ્રેશન, એસાઈલમ એન્ડ નેશનાલિટી એક્ટ ૨૦૦૬ હેઠળ રોજગારી અપરાધ પણ દાખલ કરાયો છે.