લંડનઃ વિશ્વ હિંદુ પરિષદ (યુકે)ના પાંડવ શાળા પ્રોજેક્ટની શરૂઆત સપ્ટેમ્બર, ૨૦૧૫માં પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા થોડાક વોલન્ટિયર્સ સાથે થઈ હતી. આપણી ભાષાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે તેમણે પોતાના વીકએન્ડ માણવાનું છોડી દીધું હતું.
બુશી એકેડમી ખાતે દર શનિવારે સવારે ૯.૩૦થી બપોરે ૧૨.૩૦ સુધી ક્લાસીસ ચાલે છે. ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ત્રણ વર્ષની વયના બાળકથી GCSE સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે.
તાજેતરમાં જ સંસ્થાએ હિંદી કલાસીસ શરૂ કર્યા છે. ભરતનાટ્યમ અને ગાયનના ક્લાસીસની માગણી સાથે તબલા અને ઢોલ માટેના ક્લાસીસ પણ શરૂ કર્યા છે. બીજી પેઢીના પેરન્ટ્સ આપણી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવા માગે છે તે જોતાં આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. શાળા નવી ઈન્ટરએક્ટિવ ટીચીંગ મેથડ્સ અપનાવે તેમ પણ પેરન્ટ્સ ઈચ્છે છે.