લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ દળોને તેમના સ્ટાફમાં કથિત ભ્રષ્ટાચારના લગભગ ૨૦૦૦ કેસની સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે. ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી પર પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરાતી નહિ હોવાનું ઈન્સ્પેકટોરેટ ઓફ કોન્સ્ટ્બ્યુલરી (HMIC)ના રિપોર્ટ ‘ઈન્ટિગ્રિટી મેટર્’માં જણાવાયું છે.
ગયા વર્ષે કથિત પોલીસ ભ્રષ્ટાચારના આશરે બે તૃતીઆંશ કેસમાં કોઈ કાર્યવાહી કરાઈ નહિ હોવાનું શુક્રવારે પ્રસિદ્ધ રિપોર્ટે જણાવ્યું છે. ૩૦૦૦થી વધુ સ્ટાફ સામે તપાસમાંથી માત્ર ૯૦૦ પોલીસ ઓફિસરો અથવા સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવાયાં છે અથવા તેઓ નોકરી છોડી ગયા છે. પોલીસ દળોમાં ભ્રષ્ટાચારના ઉદાહરણોમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ, લાંચ, ચોરી, જાતીય ગેરવર્તન અને માહિતીના બિનસત્તાવાર ઘટસ્ફોટનો સમાવેશ થાય છે.