પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે મા. મા મંત્રબીજ છે અને મંત્ર, તંત્ર અને સફળતાનો મૂલાધાર છે મા. જે વ્યક્તિ જનેતાને પામી શકતો નથી તે કદી પરમાત્માને પણ પામી ન શકે. કારણ કે પૃથ્વી પરનો પરમાત્મા મા છે. જનેતાના અનોખા ઋણને તો ક્યાંથી ચૂકવી શકાય? પરંતુ જનેતાને ખરા દિલથી ભાવાંજલિ અર્પણ કરવા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૨૬મી માર્ચના રોજ આવી રહેલ મધર્સ ડે પ્રસંગે જનેતાને કોટી કોટી વંદન કરતો વિશેષાંક માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ મેગેઝીન પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
આ વિશેષાંકમાં પોતાની જનેતાના દુધનું કરજ ઉતારવા સંતાનો દ્વારા માતા પ્રતિ આદર, પ્રેમ અને વ્હાલ રજૂ કરતા ખૂબ જ સુંદર અને મનનીય લેખો અમને મળી રહ્યા છે. આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર માતાની તસવીર મેગેઝીનના કવર પેજ પર લેખ સાથે રજૂ કરવા માંગતા હો, માતાનો એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, માતાને અંજલિ કે વંદન કરતો લેખ – પ્રોફાઇલ્સ રજૂ કરવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. આપ ઇંગ્લીશ કે ગુજરાતીમાં પોતાનો લેખ મૂકી શકો છો.
આ વિશેષાંકમાં અનોખા પ્રેમ સંબંધો ધરાવનાર માતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વાચક મિત્રો દ્વારા તેમના જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જનેતા વિષે લખાયેલ અહેવાલ, પતિ કે સહારા વગર પોતાના સંતાનોને ઉછેરનાર વિધવા કે ત્યક્તા મહિલાઅોની હ્રદયદ્રાવક લેખો સહિત જનેતા વિષેના વિવિધ લેખો, કવિતાઅો અને માહિતીનો સમાવેશ કરાશે.
જનેતાને ખરા દિલથી ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા ભારતથી ખાસ આ કાર્યક્રમ માટે જ પધારનાર વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને ગૃપના વિવિધ કાર્યક્રમોનું આયોજન યુકેની વિવિધ સ્થાનિક સંસ્થાઅો અને સંગઠનો દ્વારા માર્ચ અને એપ્રિલ માસમાં કરવામાં આવી રહ્યું છે.
જો આપ આ મેગેઝીનમાં પોતાની કે અન્ય માહિતી રજૂ કરવા માંગતા હો કે પછી વિશેષાંક વિશે વધુ માહિતી જોઇતી હોય અથવા માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવું હોય તો આજે જ અમારો સંપર્ક કરો. જુઅો જાહેરાત પાન નં. 29.
સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected]