લંડનઃ બ્રિટનની મધ્યમવર્ગીય સ્ત્રીઓમાં શરાબપાનની સમસ્યા વકરી રહી છે.ઉચ્ચ વર્ગના લોકો ભારે શરાબપાન કરતા હોય તેવા ચાર દેશમાં બ્રિટનનું પણ સ્થાન છે. વૈશ્વિક શરાબપાન ટેબલમાં બ્રિટનનો ક્રમ ૧૮મો છે. ઓર્ગેનિઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર સપ્તાહમાં વાઈનનો એક ગ્લાસ પીવાનું ઘટાડાય તો પાંચમાંથી ચાર મહિલા કેન્સર સહિતના ૨૦૦ રોગનું જોખમ ઘટાડી વધુ લાંબુ જીવી શકે છે.
બ્રિટનમાં ઓછી શિક્ષિત મહિલાઓની સરખામણીએ ૩૩ ટકા સૌથી વધુ શિક્ષિત મહિલામાંથી ૨૦ ટકા સાપ્તાહિક ૧૪ યુનિટની મર્યાદાથી વધુ શરાબ પીએ છે. તરુણીઓ પણ આ માર્ગે આગળ વધી રહી છે. આની સરખામણીએ સૌથી વધુ શિક્ષિત પુરુષોમાંથી ૨૩ ટકા સાપ્તાહિક ૨૧ યુનિટની મર્યાદાથી વધુ શરાબ પીએ છે. ૧૫ વર્ષ વયજૂથમાં ૩૯ ટકા છોકરાઓની સરખામણીએ ૪૪ ટકા તરુણી સપ્તાહમાં ઓછામાં ઓછાં બે વખત ભારે શરાબપાન કરે છે.