લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે પાંચ મિલિયન પાઉન્ડના મનીલોન્ડરિંગ કેસમાં હરકિશન તલવાર (૪૪) અને મુહમ્મદ ખાન (૨૪)ને કુલ નવ વર્ષની જેલની સજા ફરમાવી છે. દેશ છોડી ગયેલા મુહમ્મદ ખાન સામે તેની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવાઈ હતી. જાન્યુઆરી ૨૦૧૩માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સાઉથોલના હરકિશન તલવારને ચાર મહિનાથી વધુ સમય માટે ૩.૫ મિલિયન પાઉન્ડના ક્રિમિનલ ફંડના મનીલોન્ડરિંગ માટે આઠ અને ત્રણ વર્ષની એમ બે સજા કરાઈ હતી, જે એકસાથે ભોગવવાની રહેશે. સાઉથોલના જ મુહમ્મદ ખાન જુલાઈ ૨૦૧૩માં જામીન શરતોનો ભંગ કરી દેશની બહાર નાસી ગયો હતો. તે ૧.૪ મિલિયન પાઉન્ડના મનીલોન્ડરિંગ બદલ દોષિત સાબિત થયો હતો અને તેને એક વર્ષની જેલની સજા થઈ હતી.