લંડનઃ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના રિપોર્ટમાં મસ્જિદોએ બ્રિટનની ઈસ્લામિક કોમ્યુનિટી સમક્ષના હોમોસેક્સ્યુઆલિટી, ડાઈવોર્સ, ઘરવિહોણાની સ્થિતિ તથા મુસ્લિમોમાં અપરાધના મુદ્દાઓ સહિતના પ્રશ્નો હલ કરવા કામગીરી હાથ ધરવા જણાવાયું છે.
મસ્જિદોએ સ્ત્રીઓ અને યુવાનોની અગ્રભૂમિકા સુનિશ્ચિત કરી સમુદાયને પ્રતિબિંબિત કરવાના પ્રયાસો કરવાં જોઈએ. મસ્જિદોની સંચાલક કમિટીઓએ બિનએશિયનો અને વ્હાઈટ લોકો તેમ જ સ્ત્રીએ અને યુવા પેઢીને પણ મુસ્લિમ સમાજની વંશીય વિવિધતામાં સામેલ કરવા રિપોર્ટમાં જણાવાયું છે. મસ્જિદોએ લોકોને આરોગ્યની સલાહ પૂરી પાડવાની ભૂમિકા ઉપરાંત, ઘરવિહોણાં મુસ્લિમો અને જેલોમાં તેમના વધેલાં પ્રમાણને નીચું લાવી સામાજિક સમાનતાના પ્રયાસોને વેગ આપવો જોઈએ.