લંડનઃ સાઉથ શીલ્ડ્સમાં ગયા જાન્યુઆરીમાં એક પુરુષ પર હુમલો કર્યા પછી તેના પર બળાત્કાર આચરવાના બે ગુનાની આરોપી ૨૬ વર્ષીય મહિલા કેટી બ્રેનન ન્યૂકેસલ ક્રાઉન કોર્ટમાં હાજર થઈ હતી. બ્રેનન સુનાવણી દરમિયાન પોતાના નામની ખાતરી કરાવવા જ હાજર થઈ હતી.
જજ રોબર્ટ સ્પ્રાગે આગામી ૨૫ સપ્ટેમ્બરે રિવ્યુ હીઅરિંગ સાથે આ કેસની સુનાવણી ચોથી ડિસેમ્બરે રાખવાનો આદેશ કર્યો હતો. કથિત પીડિત વ્યક્તિના સંપર્કનો પ્રયાસ ન કરવા અને સાઉથ શીલ્ડમાં ગ્રીન લેન પરના તેના સરનામે જ રહેવાની શરત સાથે બ્રેનનના જામીન મંજૂર કરાયા હતા.