લંડનઃ વ્હિટગીફટ સ્કૂલના યર ૭ના સ્ટુડન્ટ મિહિર જગવાનીએ સ્પેનિશ સ્પેલિંગ બીની સ્પર્ધામાં દેશના હજારો વિદ્યાર્થીઓને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં મિહિરને માત્ર ૬૦ સેકંડમાં વધુમાં વધુ સ્પેનિશ શબ્દોના સ્પેલિંગ અને ભાષાંતર કરવાનું હતું.
મિહિર કેમ્બ્રીજમાં યોજાયેલી રુટ્સ ઈન ટુ લેંગ્વેજીસ સ્પર્ધાની નેશનલ ફાઈનલમાં વિજેતા બન્યો હતો. એંગ્લિઆ રસ્કિન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ વર્ષની સ્પર્ધામાં દેશની ૫૮૦ સ્કૂલોના ૭૫,૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.