નગરના રસેલ સ્ટ્રીટ વિસ્તારમાં દાયકાઓથી આવેલું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ભક્તોની વધી રહેલી વસ્તીના કારણે નાનુ પડી રહ્યું છે. સપ્તાહના સાતેય દિવસ ખુલ્લાં રહેતા મંદિરમાં દરરોજ આરતી અને સાપ્તાહિક સત્સંગ તેમ જ બાળકો, કિશોર, યુવાનો અને સ્ત્રીઓનાં જૂથોની બેઠકો થાય છે. ટેમ નદીના ઉત્તર કિનારે આવેલા એશ્ટન-અંડર-લાયનેમાં શ્રી અંબાજી મંદિર પણ છે.
દરમિયાન, નેવાડા (યુએસએ)માં હિન્દુ રાજદ્વારી રાજેન ઝેડ દ્વારા એક નિવેદનમાં એશ્ટન-અંડર-લાયને વિસ્તારમાં નવા હિન્દુ મંદિર સંકુલ માટે મેનેજમેન્ટ અને એરિયા કોમ્યુનિટીના પ્રયાસોને બિરદાવ્યા હતા. યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજેન ઝેડે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન ઉપભોક્તાવાદી સમાજમાં અનેક વિક્ષેપોની મધ્યે હિન્દુ આધ્યાત્મિકતા, આદર્શો અને પરંપરાઓને આગામી પેઢીઓ સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ છે અને આ નવું મંદિર આ દિશામાં કાર્યરત રહેશે તેવી આશા તેમણે દર્શાવી હતી.