લંડનઃ ડાબેરી વિચારધારાના મોર્નિંગ સ્ટારના નવા એડિટર તરીકે ૩૧ વર્ષીય બેન ચાકોની નિયુક્તિ કરાઈ છે. તેઓ બ્રિટનને અલગ પ્રકારના દેશ તરીકે નિહાળવા ઈચ્છે છે. તેઓ ખાનગી માલિકીની તાકાત નાબૂદ કરવા રાજકારણમાં ક્રાંતિની જરુર હોવાનું માને છે. પરિવર્તનની સામૂહિક ચળવળના પરિણામરુપે લોકો દ્વારા પાર્લામેન્ટમાં તેને કાનૂની સ્વરુપ અપાવું જોઈએ. લોકોને સાંસદને પાછા બોલાવવાની સત્તા મળવી જોઈએ.
મધ્યમ વર્ગમાં જન્મેલા ચાકોનો પરિવાર બુદ્ધિબળિયો અને ડાબેરી હોવા છતાં માત્ર બેન ચાકો ક્રાંતિવાદી છે. ચેલ્ટેનહામની પેટ્સ ગ્રામર સ્કૂલ અને ઓક્સફર્ડની સેન્ટ જ્હોન્સ કોલેજના ગ્રેજ્યુએટ ચાકો માને છે કે વર્તમાન બ્રિટનમાં લોકશાહી જેવું કશું નથી, વાસ્તવિક સત્તા કોર્પોરેશન્સ અને વેસ્ટમિન્સ્ટરમાં તેમની કઠપૂતળીઓના હાથમાં છે. બ્રિટિશ લોકશાહીમાં સમવાયતંત્ર હોવું જોઈએ.