એમ જણાવાય છે કે વિદ્યાર્થી નર્સને ત્રણ વર્ષ તાલીમ આપવા પાછળ NHSને £૭૦,૦૦૦નો ખર્ચ કરવો પડે છે, જ્યારે આટલી જ રકમમાં તે ત્રણ ક્વોલિફાઈડ વિદેશી નર્સને £૨૩,૦૦૦ના સરેરાશ વેતનથી નોકરીમાં રાખી શકે છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના ડો. પીટર કાર્ટરે સરકાર પર અણઘડ આયોજનનો આક્ષેપ મૂક્યો છે. વિદેશી નર્સ માટે અંગ્રેજીની યોગ્ય કુશળતાનું ધોરણ પણ નીચું કરી દેવાય છે. દર વર્ષે નર્સની તાલીમ માટે ૨૦,૦૦૦ બેઠકની સામે ૧૦૦,૦૦૦ અરજદાર હોય છે. ૨૦૦૯-૧૦માં ૨૦,૨૮૯ બેઠક હતી પરંતુ સરકારે કાપ મૂકી ૨૦૧૨-૧૩માં ૧૭,૨૧૯ બેઠક કરી હતી. જોકે, ગયા વર્ષે બેઠક વધારીને ૧૯,૨૦૬ કરવામાં આવી છે.
ભૂતકાળમાં નર્સીસને ટ્રેનિંગ આપવાનું સસ્તું હતું કારણ કે તેઓ હોસ્પિટલોમાં એપ્રેન્ટિસ તરીકે શીખી શકતી હતી. પરંતુ ૧૯૯૦ના દાયકામાં સ્થાપિત નવી પદ્ધતિ અનુસાર તમામ નર્સ પાસે ડીગ્રી હોવી જરૂરી છે.