લંડનઃ યુકેની આઠ યુનિવર્સિટીને તેમના કેમ્પસીસમાં રંગભેદ અસમાનતાનો સામનો કરવાના પ્રયાસની કદરરુપે ‘રેસ ઈક્વલિટી ચાર્ટર માર્ક’થી સન્માનિત કરવામાં આવી છે. ઈક્વલિટી ચેલેન્જ યુનિટ (ECU) ચેરિટી દ્વારા ૨૦૧૪માં ધ રેસ ઈક્વલિટી ચાર્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ માર્ગે ચાલનારી ૩૦ યુનિવર્સિટી હતી, જેમાંથી માત્ર ૨૧ તેને પરિપૂર્ણ કરી શકી હતી. આઠ યુનીવર્સિટીને બ્રોન્ઝ એવોર્ડ અપાયો હતો. એવોર્ડ મેળવનારી આઠ યુનિવર્સિટીઓમાં ડી મોન્ટફર્ડ યુનિવર્સિટી, કિંગ્સ કોલેજ લંડન, કિંગ્સટન યુનિવર્સિટી, રોયલ હોલોવે યુનિવર્સિટી લંડન, સ્ટેફર્ડશાયર યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયર અને UCL (ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન) અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરનો સમાવેશ થાય છે. ખાતે ઈક્વલિટી હેડ સારાહ ડિકિન્સને આ સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરી હતી.