લંડનઃ યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જૂન્કરે જણાવ્યું છે કે વધતી માઈગ્રેશન કટોકટીને હલ કરવા બ્રિટનને આફ્રિકાના સંખ્યાબંધ શરણાર્થીઓને આશ્રય આપવાની ફરજ પાડી શકાય છે. તેમણે કહ્યું હતું કે જો યુરોપના નેતાઓ માઈગ્રન્ટ્સ માટે તેમના દેશના દ્વાર ખોલવાનો નિર્ણય નહિ કરે તો માઈગ્રન્ટ શરણાર્થીઓ બારી તોડીને પણ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે.
બીજી તરફ, યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટીના નેતા અને ઈમિગ્રેશનના વિરોધી નાઈજેલ ફરાજે એવું સૂચન કર્યું હતું કે હજારો માઈગ્રન્ટ્સને બ્રિટનમાં વસવાટનો અધિકાર આપવામાં આવશે તેમાંના ઘણા તો જેહાદી પણ હોઈ શકે છે.