લંડનઃ સ્વીડનમાં કેન્સર પેશન્ટની સરખામણીએ બ્રિટનમાં કેન્સરના પેશન્ટની જીવવાની શક્યતા ઓછી હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. કેન્સરનું નિદાન કરાયા પછી બ્રિટનમાં ૫૦.૧ ટકા દર્દી પાંચ વર્ષ જીવે છે અથવા તો અકાળે મોતને ભેટે છે, જે સમગ્ર યુરોપની ૫૪.૨ ટકાની સરેરાશ કરતા ઓછું છે. મેકમિલન કેન્સર સપોર્ટ સંસ્થાએ આ પરિસ્થિતિને શરમજનક ગણાવી છે.
યુરોપના ૨૯ દેશોમાં ૭.૫ મિલિયન કેન્સર પેશન્ટ્સના એનાલીસિસમાં જણાયું છે કે સ્વીડનમાં ૬૪.૧ ટકા દર્દીઓ નિદાન પછી ઓછામાં ઓછાં પાંચ વર્ષનો જીવનકાળ વીતાવે છે. ધનાઢ્ય દેશ ડેન્માર્કની પરિસ્થિતિ પણ ૫૦.૯ ટકાના સર્વાઈવલ રેટ સાથે બ્રિટન જેવી જ ખરાબ છે.