રણજિત બક્ષી BIRના વડા ચૂંટાયા

Tuesday 26th May 2015 07:40 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના અગ્રણી ઉદ્યોગસાહસિક રણજિતસિંહ બક્ષી વૈશ્વિક સંસ્થા બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ રીસાઈકલિંગ-BIRના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ બ્રસેલ્સસ્થિત રીસાઈકલિંગ એસોસિયેશનના પ્રમુખપદે બે વર્ષની મુદત માટે સેવા આપશે અને તેમની મુદત એક વખત લંબાવી પણ શકાય છે. તેઓ યુકેસ્થિત જે એન્ડએચ સેલ્સ (ઈન્ટરનેશનલ)ના ચેરમેન છે.

દુબાઈમાં એસોસિયેશનના વર્લ્ડ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશનમાં ચૂંટણી યોજાઈ હતી. બક્ષીએ પદસ્વીકાર પ્રવચનમાં પરિવર્તન અંગે મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ અવતરણો ટાંક્યા હતા. તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો, જે કચરાને ઘટાડવા અને રીસાઈકલિંગને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે. બક્ષી ૨૦૧૧માં BIRના ખજાનચી નિમાયા હતા. તેમણે ૨૦૦૧માં ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ (ઈન્ટરનેશનલ ટ્રેડ), ૨૦૦૮માં એશિયન ઓફ ધ યર સહિતના એવોર્ડ્ઝ હાંસલ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter