લંડનઃ બકિંગહામ પેલેસ ખાતે ૨૨ જૂને યોજાનાર એક સમારંભમાં રાણી યંગ લીડર એવોર્ડ એનાયત કરશે. જેમાં બે મહિલા સહિત ત્રણ ભારતીયોનું રાણી દ્વારા સન્માન કરાશે. આ ઉપરાંત બે શ્રીલંકન અને ૧-૧ પાકિસ્તાની અને બાંગ્લાદેશીને પણ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડની શરૂઆત કોમિક રિલીફ
એન્ડ રોયલ કોમનવેલ્થ સોસાયટીના સહયોગથી ક્વીન એલિઝાબેથ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ દ્વારા થઇ છે.
આ એવોર્ડ માટે દર વર્ષે ૫3 કોમનવેલ્થ દેશોમાંથી વિજેતાઓની પસંદગી થાય છે. આ વર્ષના સમાંરભમાં વિખ્યાક ફૂટબોલર ડેવિડ બેકહામ અને સર જોન મેજર ઉપસ્થિત રહેશે. જે ભારતીયોને એવોર્ડ મળશે તેમાં ૨૬ વર્ષીય અશ્વિની અંગાડી, ૨૭ વર્ષીય અક્ષય જાધવ અને ભારતની ૨૪ વર્ષીય દેવિકા મલિકનો સમાવેશ થાય છે. અશ્વિની અંધ છે અને તે ગ્રામીણ વિકલાંગ બાળકોને શિક્ષણ આપે છે. દેવિકાનો જન્મ હેમિપ્લેજિઆ સાથે થયો હતો, તેનાથી અડધું શરીર લક્વાગ્રસ્ત થઇ જાય છે. તે વિકલાંગોની સમાનતા માટે ભંડોળ એકત્ર કરે છે. વિદર્ભના અક્ષય જાધવ યુવાનોને રોજગારી માટે કાર્યરત છે. વધુ માહિતી માટે www.queensyoungleaders.com ની મુલાકાત લેવી.