લિવરપૂલઃ શહેરની એક પ્રોપર્ટીમાં જીવલેણ રાસાયણિક શસ્ત્રનો કબજો મેળવવાના પ્રયાસના ગુનાસર પોલીસે ૩૧ વર્ષીય મોહમ્મદ આમેર અલીની ધરપકડ કરી હતી. પ્રાથમિક સુનાવણી પછી અલીને કસ્ટડી રિમાન્ડ અપાયા હતા અને તેને ૧૩ માર્ચે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ હાજર કરાશે.
પોલીસે ઓનલાઈન જીવલેણ રાસાયણિક શસ્ત્ર મેળવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પ્રેસ્કોટ રોડના અલીએ નાના ડોઝમાં પણ લોકોને ખતમ કરી નાખવાની ક્ષમતા ધરાવતા રાસાયણિક ઝેર રિસિનની પાંચ વાયલ્સ £૩૨૫માં ઓનલાઈન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એફબીઆઈના સ્ટિંગ ઓપરેશનમાં પાંચ નાયલ્સ રિમોટ કન્ટ્રોલ કાર બેટરીના પેકમાં મોકલી અપાઈ હતી.