લંડનઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લંડનના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે તેમના અંગત સલાહકાર અને જાણીતા ટેક્નોક્રેટ સામ પિત્રો઼ડા પણ આવશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તેમાંના એક કાર્યક્રમ મુજબ NISAU દ્વારા આગામી ૨૪ ઓગસ્ટ સાંજે ૫ વાગે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ કેમ્પસ ખાતે NISAU ઈન્ડિયા પર્સ્પેક્ટિવ ટાઉનહોલનો આરંભ થશે. જેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. LSE સાઉથ એશિયા સેન્ટરના ડિરેક્ટર ડો. મુકુલિકા બેનરજી અને રાહુલ ગાંધી વચ્ચે સંવાદ યોજાશે. યુકેના વિદ્યાર્થીઓ અને યુવાનોને ભારતના વિદ્યાર્થીઓ સાથે સાર્થક અને રચનાત્મક રીતે સાંકળવાના હેતુથી NISAU પર્સ્પેક્ટિવનો ઓક્ટોબર, ૨૦૧૭માં પ્રારંભ કરાયો હતો.