લંડનઃ એક સંશોધનમાં દાવો કરાયો છે કે રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ અપરિણીત કે એકલા રહેતા લોકોને ઓછો ખર્ચ કરવો પડે છે. રિલેશનશિપમાં હોવાથી પાર્ટનર સાથે રહેવાને કારણે ખર્ચ વધી જાય છે.
કન્ફ્યુઝ્ડ ડોટકોમ દ્વારા બ્રિટનવાસીઓ પર હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એકલા રહેતાં લોકો એક મહિનામાં ૧૯૫ પાઉન્ડની બચત કરે છે કારણકે તેમનો ખર્ચ માત્ર ૮૦૮ પાઉન્ડ થાય છે. રિલેશનશિપમાં રહેતી વ્યક્તિ ૧,૦૦૩ પાઉન્ડનો ખર્ચ કરે છે, એટલે કે વર્ષે સિંગલ વ્યક્તિને ૨,૩૪૦ પાઉન્ડ બચી જાય છે. સંશોધન જણાવે છે કે પાર્ટનર સાથે રહેતાં લોકો જિમ મેમ્બરશિપ પાછળ વધુ ખર્ચ કરે છે.