
તેમણે રેવ. જ્યોર્જ લેન સાથે લગ્ન કર્યાં છે અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં દીક્ષિત થનારા પ્રથમ દંપતી છે. સ્ત્રીઓને પાદરી તરીકે સ્થાન અપાયાના ૨૦ વર્ષ પછી કોઈ મહિલાને બિશપના સ્થાને બઢતી અપાઈ છે. રેવ. લિબી લેને જણાવ્યું હતું કે તેમને આ તક અપાઈ તેથી આભારી છે, પરંતુ આ સ્થાનથી તેમને થોડો ઘણો ડર લાગતો હોવાની કબૂલાત પણ કરી હતી.
સોમાલી સ્યુસાઈડ બોમ્બર્સની અપીલ ફગાવાઈ
લંડનઃ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે ૨૦૦૫ની ૨૧ જુલાઈએ લંડન ટ્રાન્સપોર્ટ નેટવર્કને ઉડાવી દેવાના પ્રયાસ માટે દોષીત ઠરાવાયેલા ત્રણ સોમાલી નાગરિકોની સજા સામેની અપીલ ફગાવી દીધી છે. સોમાલી સ્યુસાઈડ બોમ્બર્સ મુખ્તાર સઈદ ઈબ્રાહીમ, રમઝી મોહમ્મદ અને યાસીન ઓમરે બ્રિટિશ ટ્રાયલમાં તેમને વકીલની મદદન લેવા દેવાયા સહિત તેમના માનવ અધિકારોનો ભંગ થયો હોવાની દલીલ કરી હતી. હુસૈન ઓસ્માન સહિત ત્રણ બોમ્બર્સને ૨૦૦૭માં ઓછામાં ઓછાં ૪૦ વર્ષની જેલની સજા કરાઈ છે. જો યુરોપિયન કોર્ટે અપીલ માન્ય રાખી હોત તો તેમની સજા પાછી ખેંચવી પડી હોત. સ્ટ્રાસબોર્ગસ્થિત કોર્ટ સમક્ષ ૨૦૦૮માં અપીલ કરાઈ હતી અને છ વર્ષ પછી તેનો ચુકાદો આવ્યો છે.