લંડનઃ રોયલ મેઈલમાં ૫,૫૦૦ કર્મચારીની છટણી કરનારા બોસ મોયા ગ્રીનનું વેતન ૧૩ ટકાના વધારા સાથે £૧.૫૨ મિલિયન કરાયું છે, જે સરેરાશ સ્ટાફ વેતનવધારાથી બે ટકા વધુ છે. મોયા ગ્રીને ઓપરેટિંગ કોસ્ટમાં એક ટકા ઘટાડો કરવા ૫,૫૦૦ નોકરીમાં કાપ મૂક્યો હતો. આના પરિણામે, કર્મચારીઓ અને યુનિયનમાં રોષ ફેલાયો છે.
પોસ્ટ ઓફિસ દ્વારા નિર્ણયના બચાવમાં જણાવાયું છે કે મોયા ગ્રીનને ૨૦૧૦થી વેતન વધારો અપાયો ન હતો. રોયલ મેઈલનો વાર્ષિક નફો છ ટકાના વધારા સાથે £૭૪૦ મિલિયન થયો છે. ધ યુનાઈટ યુનિયને સ્ટાફ અને બ્રિટનની સેવા કરતા પણ નફાને વધુ મહત્ત્વ આપવા બદલ કંપનીની ટીકા કરી હતી.