લંડનઃ બ્રિટિશ પોલીસે આર્મ્ડ ફોર્સિસ ડે પરેડને આત્મઘાતી હુમલાથી નિશાન બનાવવાના ઇસ્લામી સ્ટેટ (IS)ના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં ઇસ્લામી ત્રાસવાદીઓએ લી રિગ્બીની હત્યા કરી હતી. IS જૂથ લી રિગ્બીની રેજિમેન્ટના સૈનિકોની પણ હત્યા કરવાનો ઇરાદો ધરાવતા હતા. પરેડના માર્ગ પર સૈનિકો અને તેને નિહાળી રહેલા લોકોની હત્યા કરવા પ્રેશર - કૂકર બોમ્બથી વિસ્ફોટ કરવાની યોજના હતી.
સન ન્યૂઝ પેપરે જણાવ્યું હતું કે IS દ્વારા પ્લોટ પાર પાડવા કામગીરી સોંપાઈ હતી તે વાસ્તવમાં અંડરકવર ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર હતો. છૂપા વેશે ભરતી થયેલા રિપોર્ટરના કહેવા અનુસાર સૈનિકોને તેમની ભૂમિ પર ખતમ કરવા મોટું કાવતરું ઘડાયું હતું. પરેડમાં અફઘાનિસ્તાન અને ઇરાકમાં લશ્કરી કાર્યવાહીમાં સામેલ રહેલા સૈનિકોની પણ હાજરી હતી.