લંડનઃ ધ લંડન બિઝનેસ સ્કૂલ-ઈન્ડિયા ક્લબ દ્વારા શુક્રવાર, ૦૬ માર્ચ ૨૦૧૫ના દિવસે તેમની વાર્ષિક બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટમિન્સ્ટર, લંડનમાં ચર્ચ હાઉસ કોન્ફરન્સ સેન્ટરમાં સવારે ૧૦ વગ્યેથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે અને કોન્ફરન્સનો સમય સવારના ૧૦.૩૦થી સાંજના ૬.૦૦ (લંચ સહિત) સુધી રહેશે.
લંડન બિઝનેસ સ્કૂલ-ઈન્ડિયા ક્લબની મુખ્ય વાર્ષિક કોન્ફરન્સ ધ ઈન્ડિયા બિઝનેસ ફોરમમાં અગાઉ વિન્ડી બંગા (પૂર્વ યુનિલીવર એક્ઝી. બોર્ડ મેમ્બર), આદિત્ય મિત્તલ (સીઈઓ-આર્સેલરમિત્તલ ગ્રૂપ) અને નારાયણ મૂર્તિ (ઈન્ફોસીસના સહસ્થાપક) જેવાં અગ્રણી વક્તાઓએ સંબોધન કર્યાં છે. આ વર્ષની થીમ ‘ઈન્ડિયાપ્રીન્યોરશિપ-ઈટ્સ ઈવોલ્યુશન એન્ડ વે ફોરવર્ડ’ છે, જેમાં ઈન્ડિયા અને એન્ટ્રેપ્રીન્યોરશિપનું સંયોજન છે. વિશ્વને ‘શૂન્ય’ની ભેટ આપનાર ભૂમિથી IBF 2015માં કરકસરપૂર્ણ ઈનોવેશન, પિરામીડના તળિયા જેવી પહેલોની તેમ જ ટેકનોલોજી, મનોરંજન, ફાઈનાન્સ અને હેલ્થકેર ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગસાહસિકતાના નવાં મોજાંની રસપ્રદ વાતો સાંભળવા મળશે.
IBF 2015- ઈન્ડિયાપ્રીન્યોરશિપમાં સર્વશ્રી, રાણા કપૂર- યસ બેન્કના સ્થાપક અને એમડી, ડો.પ્રીથા રેડ્ડી-એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈસીસ લિમિટેડના એક્ઝી. વાઈસ ચેરમેન, કિશોર લુલ્લા- ઈરોસ ઈન્ટરનેશનલના એક્ઝી. ચેરમેન અને સીઈઓ મુખ્ય વક્તાઓ છે. આ ઉપરાંત, એવેન્ડસ એડવાઈઝર્સ પ્રા. લિમિટેડના સહસ્થાપક અને એમડી ગૌરવ દીપક, ઈન્ડસ નેટ ટેકનોલોજીસના સ્થાપક અને સીઈઓ અભિષેક રુંગટા, ધર્મા લાઈફના સ્થાપક અને સીઈઓ ગૌરવ મહેતા, શેલ ફાઉન્ડેશનના બિઝનેસ ડેવલપમેન્ટ એડવાઈઝર સુશ્રી મીરા શાહ, 500 સ્ટાર્ટઅપ્સના વેન્ચર પાર્ટનર પંકજ જૈન તથા મિત્રાહના ચેરમેન અને સીઈઓ રવિ કૈલાસ પેનલ ચર્ચામાં ભાગ લેશે. કોઈ પણ માહિતી કે પૂછપરછ માટે પ્રત્યુષ લાલ, કો-ચેરઃ [email protected] (+44 7706286567), મુથુ મુરુગાપ્પન, કો-ચેરઃ [email protected] (+44 7934430661) નો સંપર્ક સાધી શકાશે.