લંડનઃ બ્રિટનના પ્રથમ મહિલા આતંકવાદી જૂથની સભ્ય અને ટીનેજર સફા બાઉલરે જેહાદવાદ છોડી દીધો હોવાના દાવાને ફગાવી દઈને ઓલ્ડ બેલી કોર્ટના જજ માર્ક ડેનિસ Qcએ તેને ઓછામાં ઓછી ૧૩ વર્ષની સજા સાથે આજીવન કેદની સજા ફરમાવી હતી.
જજે જણાવ્યું હતું કે તે તરૂણી છે અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન દ્વારા તેને ભોળવવામાં આવી હોવા છતાં તેના કૃત્ય માટે તે જવાબદાર છે. સફાને ગયા જૂનમાં આતંકવાદી કૃત્યોની તૈયારી કરવાના બે ગુનાસર દોષિત ઠેરવાઈ હતી. તેણે તેની માતા અને બહેન સાથે મળીને લંડનમાં ટુરિસ્ટો પર તેમજ બ્રિટિશ મ્યુઝિયમ અને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે હુમલાની યોજના ઘડી હતી. આ ત્રણેય તેમની યોજનાને ‘મેડ હેટર્સ ટી પાર્ટી’ તરીકે ઓળખાવી હતી.