લંડનઃ રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.
ઉલ્લેખનીય છે કે નેટવર્ક રેલ દ્વારા માત્ર વિક્ટોરિયા સ્ટેશનેથી જ નવ વર્ષમાં લેવેટરીઝના ઉપયોગ પર આશરે ૬.૪ મિલિયન પાઉન્ડની કમાણી કરવામાં આવી છે. નેટવર્ક રેલ વિક્ટોરિયા, લંડન બ્રીજ અને ચેરિંગ ક્રોસ સહિત સમગ્ર યુકેમાં ૧૨ સ્ટેશનનો વહીવટ કરે છે. પ્રવાસીઓ પાસેથી ૫૦-૪૦ અને ૩૦ પેન્સ વસૂલ કરીને તેણે છેક ૨૦૦૭થી ૩૭.૫ મિલિયન પાઉન્ડની કમાણી કરી છે.