લંડનઃ બોલ્ટન કાઉન્સિલના વડા ક્લિફ મોરીસે ગત ઓક્ટોબરમાં મળેલી સત્તાનો ઉપયોગ કરીને એસન્સ સોલિસિટર્સને શહેરની પોતાની નવી ઓફિસોના રિનોવેશન માટે £૩૦૦,૦૦૦ની સહાય મંજૂર કર્યા બાદ તેમને રાજીનામુ આપી દેવા જણાવતા સંખ્યાબંધ ફોનકોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.
સહાયની રકમ ઓફિસોમાં રિનોવેશનનો કુલ ખર્ચ હતો તેની અડધી થાય છે. તેમાં સ્ટાફને ‘મોટિવેશન’ માટે પુલ ટેબલ્સ અને કોમ્પ્યુટર ગેમ કોન્સોલ્સનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ અંગે આ મહિને યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ક્રુટિની મીટીંગમાં ચર્ચા થઈ હતી. જેમાં વિરોધકર્તાઓએ મોરિસના રાજીનામાની માગણી કરી હતી. બજેટ નક્કી કરવા માટે મળનારી કાઉન્સિલની બેઠકમાં તેઓ ફરી રાજીનામાની માગણી કરશે.
બોલ્ટન લિબરલ ડેમોક્રેટ્સ ગ્રૂપના રોજર હેઈસે જણાવ્યું હતું કે આ ગ્રાન્ટની યોગ્યતા અંગે ઘણાં પ્રશ્રો છે.