લંડનઃ લોકોને ચોરી કરતા વધુ ડર ઓનલાઈન ક્રાઈમનો રહે છે. નવા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે અર્થતંત્રમાં £૧૨ બિલિયનનું નુકસાન દર્શાવતા તમામ પ્રોડ અને ઓનલાઈન ક્રાઈમના ૮૫ ટકાનું રિપોર્ટિંગ પોલીસને કરાયું ન હતું. જો તમામ ફ્રોડ અને સાઈબર ક્રાઈમનો સમાવેશ કરવામાં આવે તો ઈંગ્લેન્ડ અને વેલ્સ માટે સત્તાવાર અપરાધ આંકડા ૧.૧ મિલિયનથી વધુ ઊંચા હોત. સિટી ઓફ લંડન પોલીસના અંદાજોમાં છેતરપીંડીનું રિપોર્ટિંગ ઓછું થતું હોવાનું કહેવાયું છે. લંડનવાસીઓના સર્વેમાં જાણવા મળ્યું છે કે લોકોને ઘરફોડ ચોરી અને અંગત માલસામાનની ચોરી કરતા વધુ ભય ઓનલાઈન ક્રાઈમનો રહે છે.