આ પગાર વડા પ્રધાનને મળતા પગાર કરતા પણ વધુ હશે. માર્ક થોમ્પ્સનને ૧૬૪,૦૦૦ પાઉન્ડ મળશે, જ્યારે ગત ઉનાળામાં પાસપોર્ટ અરજીનો ભરાવો થવાને કારણે નોકરી છોડનાર મુખ્ય પાસપોર્ટ અધિકારીને ૧૦૪,૦૦૦ પાઉન્ડ મળતા હતા. થોમ્પ્સનને આટલો અધધધ કહી શકાય તેવો પગાર આપવા બદલ ટેક્સપેયર્સ કેમ્પેઇન ગ્રૂપે અને કોમન્સ હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના ભૂતપૂર્વ ચેરમેને તેની ટિકા કરી છે.
હું હેરી વગર ખુશ છુંઃ પ્રિન્સ હેરીની ભૂતપૂર્વ મિત્ર ક્રેસિડા બોનાસે પોતે એકલી રહેવાનું પસંદ કરે છે, તેવું કહીને પોતાના પ્રિન્સ સાથેના સંબંધો ફરીથી શરૂ થયા હોવાની અફવાઓ પર પૂર્ણ વિરામ મુક્યું છે. તેણે સ્ટાઇલ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને કોઇ બોયફ્રેન્ડ નથી તેથી ખુશ છે અને વધુમાં જણાવ્યું હતું કે, ‘હું એકલી સ્વતંત્ર શક્તિશાળી મહિલા છું’. મીડિયામાં તેના પ્રિન્સ હેરી સાથેના બે વર્ષના સંબંધોની ચર્ચાનો ઉલ્લેખ કરતા તેણે જણાવ્યું હતું કે, આ મીડિયા રીપોર્ટમાં કોઇ તથ્ય નથી. મોડેલ અને ડાન્સર બોનાસ એક પ્રિન્સેસને બદલે અભિનેત્રી બનવાનું વધુ પસંદ કરે છે.