લંડનઃ એક માતાએ તેના બાળકને જન્મ આપ્યો તે પહેલા તેને પિતાના વારસાગત બ્રેઈન રોગની ચેતવણી અપાઈ ન હોવાના કારણે ત્રણ ટ્રસ્ટોના ડોક્ટરો સામે ગંભીર બેદરકારી મુદ્દે લેન્ડમાર્ક કાનૂની કાર્યવાહી આરંભી છે. આ મહિલાને કોર્ટ ઓફ અપીલમાં જવાની પરવાનગી અપાઈ છે.
આ મહિલાને તેના પિતાની માફક જ હટિંગ્ટન્સ જીન ધરાવતી હોવાની જાણ થઈ હતી. હવે તેની પાંચ વર્ષની પુત્રીને પણ અસાધ્ય ડીજનરેટિવ રોગ થવાનું ૫૦ ટકા જોખમ છે. મહિલાએ જણાવ્યું હતું કે જો તેને પિતાના રોગ વિષે જાણકારી હોત તો તેણે બાળકીને જન્મ આપ્યો જ ન હોત. આ મહિલા આત્મહત્યા કરશે અથવા ગર્ભપાત કરાવશે તેવા ભયથી તેના પિતાએ પોતાના રોગ વિશે જણાવ્યું ન હતું.