વિકાસ પોટાને લંડનના ૧,૦૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન

Wednesday 05th October 2016 07:15 EDT
 
 

લંડનઃ ઈવનિંગ સ્ટાન્ડર્ડ પ્રોગ્રેસ ૧૦૦૦ લિસ્ટ ઓફ લંડન્સ મોસ્ટ ઈન્ફ્લુન્શિયલ પીપલમાં વાર્કે ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ વિકાસ પોટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં આપણા જીવનને પ્રભાવિત કરનારા લોકોની યાદીમાં મોખરે રહેલા પ્રિન્સ ઓફ વેલ્સ અને લંડનના મેયર સાદિક ખાનથી માંડી એથ્લીટ મો ફરાહ અને પોપ સુપરસ્ટાર એડલેનો સમાવેશ થયો છે.

સાયન્સ મ્યુઝિયમ ખાતે સાત સપ્ટેમ્બરે આયોજિત એવોર્ડ્સની ૧૦મી વર્ષગાંઠે લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડના એડિટર સારાહ સેન્ડ્સે જણાવ્યું હતું કે,‘અમે કાળજીપૂર્વક પ્રોગ્રેસ શબ્દનો ઉપયોગ કર્યો છે કારણકે લંડનના પ્રભાવશાળી લોકો અને બિઝનેસીસ આ જ હાંસલ કરી રહ્યા છે. આપણે આ પ્રગતિની ઉજવણી કરવી જ જોઈએ.’

ઈસ્ટ આફ્રિકાથી સ્થળાંતર કરી પરિવાર સાથે લંડન આવેલા વિકાસ પોટાએ જણાવ્યું હતું કે, ‘પ્રોગ્રેસ ૧૦૦૦ લિસ્ટ ઓફ લંડન્સ મોસ્ટ ઈન્ફ્લુન્શિયલ પીપલમાં મારી પસંદગી થયાનું મને ગૌરવ છે. વિશ્વનું નેતૃત્વ કરી રહેલા આ મહાન નગરને પ્રદાન કરનારા સંખ્યાબંધ પ્રતિભાશાળી લોકોમાં મારા સમાવેશથી હું વધુ વિનમ્ર બન્યો છું. રાજધાનીમાં વાર્કે ફાઉન્ડેશનના અમારા મથકથી વિશ્વના દરેક શિક્ષકને યોગ્ય દરજ્જો તેમજ દરેક બાળકને સારા શિક્ષણની તક આપવાના મિશન માટે આ સ્વીકૃતિ મૂલ્યવાન છે.’

વાર્કે ફાઉન્ડેશન બીનનફાકારી સંગઠન છે, જે સમગ્ર વિશ્વના કચડાયેલાં બાળકો માટે શિક્ષણના ધોરણો સુધારવા કાર્યરત છે. ફાઉન્ડેશને ૨૦૧૩માં એક મિલિયન ડોલરનું ‘નોબેલ પ્રાઈઝ ફોર ટીચિંગ’ તરીકે ઓળખાતું ગ્લોબલ ટીચર પ્રાઈઝ લોન્ચ કર્યું હતું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter