વિદેશી સરોગેટ્સ દ્વારા સંતાન માટે બ્રિટિશ દંપતીઓની દોટ

Tuesday 10th March 2015 06:54 EDT
 

લંડનઃ વિદેશી ભાડૂતી માતાઓ દ્વારા બાળકોને જન્મ અપાવવા ઈચ્છતા બ્રિટિશ પેરન્ટ્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. માત્ર ૨૦૧૩માં જ ૧૫૦૦ બ્રિટિશ પેરન્ટ્સે વિદેશી ભાડૂતી માતાઓ મારફત સંતાન મેળવ્યાં હતા.

બ્રિટિશ પેરન્ટ્સ ભાડૂતી માતા માટે યુક્રેન અને જ્યોર્જિયા જેવા પૂર્વ યુરોપીય દેશો તરફ નજર દોડાવે છે, જ્યાં સ્ત્રીઓ ગર્ભધારણ અને પ્રસૂતિ માટે £૧૨,૦૦૦ જેટલો ચાર્જ કરે છે. આની સરખામણીએ ભારતમાં £૨૦,૦૦૦ જેટલો અને યુએસએમાં એજન્સી ફી અને ઈન્સ્યુરન્સ સહિત £૧૩૦,૦૦૦નો ખર્ચ આવે છે. સત્તાવાર આંકડા અનુસાર૨૦૧૧માં ફેમિલી કોર્ટ્સે ભાડૂતી માતાઓ દ્વારા જન્મેલા બાળકો માટે ૧૧૭ પેરન્ટ્લ ઓર્ડર્સ જારી કર્યા હતા. ગયા વર્ષે આ સંખ્યા ૨૪૦થી પણ વધી હોવાનું કહેવાય છે. સાચો આંકડો આનાથી વધુ હોઈ શકે છે કારણ કે માત્ર એક પેરન્ટ્ની સહીથી પણ બાળકનો પાસપોર્ટ ઈસ્યુ કરાય છે અને જે કિસ્સામાં બાયોલોજિકલ પિતા બાળક સાથે સંકળાયેલો હોય ત્યાં ઘણી વખત પેરન્ટ્લ ઓર્ડર માગવામાં આવતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter