લંડનઃ બ્રિટનના ૭૭ ટકા જેટલા જીપી NHS મેડિકલ એપોઈન્ટમેન્ટ્સ માટે વિદેશીઓ પાસેથી ચાર્જ વસૂલ કરવાનો મત ધરાવે છે. જોકે, બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના ઉપાધ્યક્ષ ડો. કૈલાસ ચંદ વિદેશી પેશન્ટ્સ પાસેછી ચાર્જ કરવાની તરફેણમાં નથી.
એક સર્વેમાં ડોક્ટરોએ જણાવ્યું છે કે દરિયાપારના પેશન્ટ્સના કારણે દર વર્ષે હેલ્થકેર બિલમાં £૩૦૦ મિલિયન જેટલો વધારો થાય છે. ઘણાં માઈગ્રન્ટ્સ અને પ્રવાસીઓ દ્વારા NHS સેવાનો દુરુપયોગ કરાતો હોવાનું પણ બહુમતી ડોક્ટરો માને છે. આથી, વિદેશીઓને ખાનગી પેશન્ટ ગણી તેમની પાસે નાણા વસૂલ કરવા જોઈએ તેમ તેમનું કહેવું છે. ખાનગી જીપી એપોઈન્ટમેન્ટનો સામાન્ય ચાર્જ £૭૦ હોય છે અને પરીક્ષણો, દવાઓનો ચાર્જ અલગ થાય છે.