લંડનઃ વિશ્વભરમાં ૧૬૦,૦૦૦ કરતા વધુ કર્મચારી ધરાવતી પ્રસિદ્ધ ભારતીય આઈટી કંપની વિપ્રોની લંડનસ્થિત ઓફિસની કર્મચારી શ્રેયા ઉકીલે કંપની સામે ભેદભાવ અને પુરુષ સહકર્મચારીઓ દ્વારા જાતીય છેડછાડનો આરોપ લગાવી એક મિલિયન પાઉન્ડના વળતરનો દાવો માંડવામાં આવ્યો છે. વિપ્રો દ્વારા આક્ષેપો ફગાવી દેવાયા છે.
શ્રેયા ઉકીલે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ આરોપ લગાવ્યો છે કે લંડન ઓફિસના પુરુષ કર્મચારીઓ તેની સાથે જાતીય છેડછાડ કરવામાં આવી હતી. તેને પગાર આપવામાં પણ ભેદભાવ રાખવા આવતો હતો. એકસમાન હોદ્દા પર કામ કરવા છતાં પુરુષ કર્મચારીને અપાતા વાર્ષિક £૧૫૦,૦૦૦ની સરખામણીએ તેને £૭૫,૦૦૦ જેટલું ઓછું વેતન અપાતું હતું તેમ જ અયોગ્ય રીતે નોકરીમાંથી પણ કાઢી મૂકાઈ હતી. તેને લંડન ઓફિસમાં મહિલાવિરોધી સંસ્કૃતિ અને હિંસાત્મક વાતાવરણનો સામનો કરવો પડયો હતો તેમ જ મહિલા કર્મચારીઓને ‘લેસ્બિયન’ તરીકે ઓળખાવાતી હતી.
શ્રેયા ઉકીલને ૨૦૧૨માં લાસ વેગાસ ખાતે કંપનીની વાર્ષિક સેલ્સ કોન્ફરન્સમાં બોલાવાઈ ન હતી. તેના સાથીઓ ત્યાં કરેલી મઝાની બડાશ હાંકતા હતા તથા એક એક્ઝીક્યુટિવે મેક્સિકન ડાન્સર સાથે ગેરવર્તાવ કર્યો હોવાની રજૂઆત પણ ટ્રિબ્યુનલ સમક્ષ કરાઈ હતી. મિસ ઉકીલે વધુમાં જણાવ્યું હતું કે તેને ઘરડા અને પરીણિત વાઈસ પ્રેસિડેન્ટ મનોજ પુંજા સાથે એફેર કરવાની ફરજ પડાઈ હતી. આ બોસે તેના અવયવો અને વસ્ત્રો વિશે અભદ્ર ટીપ્પણીઓ પણ કરી હતી.